થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માતે મૃત્યુ પામનારના વાલીવારસોને ચેક આપવામાં આવ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માતે મૃત્યુ પામનારના વાલીવારસોને માર્કેટ યાર્ડ ચેરમેન અને કમિટીની ઉપસ્થિતિમાં વીમાચેકનું વિતરણ કરવામાં આવ્યા હતું. સાંસદ પરબત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસથી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે. જે અંતર્ગત આજ તા.30/03/2024ને શનિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે સાંસદ પરબત પટેલ, ચેરમેન શૈલેષ પટેલ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સઓ તથા સેક્રેટરી બી. એમ.પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર છ મૃતકના વાલીવારસોને રૂપિયા એક એક લાખના છ ચેક આપવામાં આવ્યા છે.

મૃતકનું નામ

રાજપુત લખમણભાઈ જોહાભાઈ (સણાવિયા)

ચૌધરી વરધાભાઈ વાલાભાઈ (વાતડાઉ)

ચૌહાણ નટવરસિંહ દીપસિંહ (જેતડા)

રબારી અરજણભાઈ સેધાભાઈ (ભીમપુરા)

ઠાકોર જગાભાઈ છોગાભાઈ (કીયાલ)

રાજપુત મેઘાભાઈ ઓખાભાઈ (જેતડા)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.