થરાદ પંથકમાં બે અકસ્માતમાં એકનું મોત ૪ ને ઇજા
થરાદ ભોરોલ રોડ પર બોલરો પલ્ટી : ડીસા રોડ પર અલ્ટોએ બાઈકસવારોને ટકકર મારી
થરાદ -ભોરલ રોડ પર ચુડમેર નજીક કેનાલ પાસે રવિવારની બપોરના સુમારે થરાદ તાલુકાના ચુડમેર ગામના જઈ રહેલા બે યુવકો સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો જીપ પલ્ટી જતાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થવા પામ્યું હતું. જ્યારે નરેશભાઇ મોડાભાઈ વરણને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તને ૧૦૮ દ્વારા થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે જ્યારે યુવકના મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક ચુડમેરના સરપંચનો ભત્રીજ જ્યારે ઇજાગ્રસ્ત પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે પરીવારજનો સહિત લોકો સરકારી હોસ્પિટલ માં દોડી આવ્યા હતા.
જ્યારે બીજા બનેલા અકસ્માતમાં થરાદ ડીસા હાઇવે પર કરણાસર ગામના પાટિયા નજીક મોટરસાયકલ પર જઇ રહેલા ત્રણ શખ્સોને એક અલ્ટો કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી આથી તેમાં બેઠેલા બે ને સામાન્ય જ્યારે હેમજીભાઈ કાનજીભાઈ દેસાઈ રહે.વડગામડા ઉ.વ.૪૦ વધારે ઇજા થતાં વધુ સારવાર અર્થે ઇ.એમ.ટી. હિના સિપાઈ અને પાયલોટ બબાભાઈ જોષીએ પ્રાથમિક સારવાર સાથે નગરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો