થરાદ : નહેરમાંથી દિયોદરના યુવકની લાશ મળી
થરાદ
થરાદઃ મુખ્ય નર્મદા નહેર પર આવેલા ચુડમેર પુલ નીચે દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિકોએ નીચે ઉતરી તપાસ કરતાં કોહવાયેલી પુરુષની લાશ જોવા મળી હતી. સ્થાનિકોએ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ટીમના તરવૈયા સહિત ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી પેન્ટના ખિસ્સા ચેક કરતાં મોબાઈલ, પોકેટ મળી આવતાં પોકેટમાં ડોક્યુમેન્ટના આધારે મૃતક યુવક પ્રકાશભાઈ કાનાભાઈ મજીરાણા (ઉં.વ.આશરે ૩૦,રહે.કુવાતા,તાલુકો-દિયોદર) નો હોવાની ઓળખ થવા પામતાં પરિવારજનોને જાણ કરાઈ હતી. આથી પરિવારજનો થરાદ ખાતે આવી લાશને લઈ ગયા હતા.