થરાદ : નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ.
dNPiAyy03Jo
થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. કેનાલમાં યુવકે છલાંગ લગાવી હોવાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકો ટોળેટોળાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઘટનાને લઇ નગરપાલિકાના તરવૈયાઓએ ભારે જહેમતને અંતે યુવકનો મૃતદેહ બહાર નિકાળવામાં આવ્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થરાદ પંથકમાંથી પસાર થતી કેનાલમાં વજાપુર ગામના સુરેશ પ્રજાપતિએ અગમ્ય કારણોસર ગઇકાલે સાંજે મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. ઘટનાને લઇ સ્થાનિકો-પરિવારજનો સહિત મામલતદાર અને ચીફ ઓફીસર સહિતના દોડી ગયા હતા. જ્યાં પાલિકાના તરવૈયાઓની ટીમે ભારે જહેમતને અંતે યુવકનો મૃતદેહ બહાર નિકાળ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.a