
થરાદમાં સોની બજારની દુકાનમાં અચાનક આગથી અફરાતફરી
થરાદની સોની બજારની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ. આગ વધુ વિકરાળ બને તે પહેલા ભારે જહેમતને અંતે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના થરાદની સોની બજારમાં આગની ઘટના સામે આવી છે. જવાહર ચોકમાં દાગીના ધોવા અને પોલીસ કરવાની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ ફાયર ફાયટરે તાત્કાલિક અસરથી પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.