થરાદમાં વાતાવરણમાં પલટો : ખેડૂતો ચિંતિત
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.
થરાદ પંથકના ખેડૂતોના શિયાળુ પિયતમાં જીરૂં, રાયડો, ઇસબગુલ જેવા પાક ખેતરોમાં ઉભા છે. ત્યારેશુક્રવારની સવારથી જ થરાદ પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વહેલી સવારથી હવામાનમાં પલ્ટો આવવાના કારણે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું ખેડૂતો માથે ચિંતાના વાદળો છવાઇ જવા પામ્યાં હતાં. વાદળ છાયા વાતાવરણના કારણે થોડા દિવસ પહેલાં માવઠા અને તીડના આક્રમણ બાદ બચી ગયેલા ખેડૂતના મોઢે આવ્યો કોળિયો છીનવાઈ તેની ભીતિ સેવાઇ રહી છે.