
થરાદમાં મકાનની બાજુમાં પડેલા ઘાસચારામાં આગ લાગી,અફરાતફરી મચી
થરાદ તાલુકાના લેડાઉ ગામના રહેણાંક મકાનની બાજુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે થરાદ ફાયર ફાયટરે પણ આગ બુઝાવવામાં ભારે જહેમત કરી હતી. પ્રાથમિક તપાસમાં મકાનની બાજુમાં પડેલા ઘાસચારામાં આગ લાગી હતી. આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના લેડાઉ ગામના રહેણાંક મકાનની બાજુમાં પડેલા ઘાસચારામાં આગ લાગી હતી. બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઇ થરાદ ફાયર ફાયટર દ્રારા ભારે આગ બુઝાવવા ભારે જહેમત કરવી પડી હતી.