
થરાદમાં જીપચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, ૧નું મોત, ૨ ઘાયલ
થરાદના રાહ ગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જીપચાલકે કાબુ ગુમાવતા અકસ્માતા સર્જાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજે વહેલી સવારે બનેલી ઘટનાથી જીપમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના રાહ નજીક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. વહેલી સવારે જીપચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. આ સાથે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.