
થરાદમાં ખેતીવાડી વિભાગ દ્વારા એગ્રોની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં નકલી બિયારણને લઈને પાલનપુર, ડીસા,અને થરાદના ખેતીવાડી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.થરાદના માર્કેટયાર્ડમાં આવેલી ૧૦ જેટલી એગ્રોની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ૬ જેટલી દુકાનોના માલિકોને શંકાસ્પદ સ્ટોક સેલ અને જંતુનાશક દવાઓના સેમ્પલ લઈને નોટિસ ફાટકારવામાં આવી હતી. જાકે, ખેતીવાડી વિભાગની કાર્યવાહીના કારણે નકલી બિયારણ વેંચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.