થરાદમાંથી વિશાળ કન્ટેનર પસાર કરાતાં શહેર અને ગ્રામિણ વિસ્તારોનો વિજપુરવઠો ખોરાવાયો

2iV8dk9_yEU
બનાસકાંઠા

 રખેવાળ ન્યુઝ  થરાદ
    બુધવારે બપોરના સુમારે થરાદના વાવ સાંચોર હાઇવે પર કન્ટેનર પસાર થતાં ટડાવ સબસ્ટેશન સહિત થરાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોની જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરની ૫૦ જેટલી વિજલાઇનો કાપતાં દિવસભર વિજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. વિજકર્મીઓને લાઇનો કાપવામાં અને પુર્વવત કરવામાં તથા ટ્રાફિક પોલીસે તેને પસાર કરાવવામાં ભારે મહેનત કરવી પડી હતી. હાઈવે પર લોકોની ભારે ભીડ આ વિશાળ કન્ટેનરને જોવા માટે ઉમટી પડી હતી. થરાદ વીજકંપનીના ૨૫ માણસોની ટીમ દ્વારા બપોરે ટડાવ સબસ્ટેશન સહિત જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચર ફિડરની ૫૦ જેટલી લાઈનો થરાદના ચારડા ગામથી હટાવવામાં આવી હતી. આ કન્ટેનરની લંબાઈ અને પહોળાઈ ૪૩૫૦૦ મિમી બાય ૫૭૦૦ મિમી બાય ૨૬મિમી હોવાના કારણે ટ્રાફિકને અસર તથા વૃક્ષોની ડાળીઓ પણ ધરાશાયી થવા પામી હતી. વિજલાઇન કાપ્યા પછી સાંધવા માટે વિજકર્મીઓને આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો.અને ટ્રાફિક પોલીસને હાઇવે ક્લિયર કરવા માટે  મહેનત કરવી પડી હતી. ૨૧૮ ટાયરનું અંદાજીત ૨૫ ફૂટ કરતા વધુ હાઈટ ધરાવતુ ૨૬૦ ટન વજનનું આ કન્ટેનર કંડલાથી બાડમેર જતું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.