થરાદની કેનાલમાં યુવકનો આપઘાતના પ્રયાસનો વિડીયો વાયરલ.
થરાદ-વાવ હાઇવે પરની મુખ્ય કેનાલમાં એક યુવકનો આપઘાતના પ્રયાસનો વિડીયો વાયરલ થયો હતો. ભોરડું ગામના યુવકે દારૂના નશામાં કેનાલમાં ઉતરી પૈસાની માગણી કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાડાના રૂપિયા માંગણી
કરે તેવું જણાઈ રહ્યું છે. જોકે આની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ એક કલાકની ભારે જહેમત બાદ યુવકને સમજાવીને યુવકને બચાવી તેના પરિવારને જાણ કરાઈ હતી.