થરાદના સેદલા ગામની સીમમાંથી ગાંજાના છોડ ઝડપાયા

l0Cjy-uihiA
બનાસકાંઠા

થરાદ 
થરાદ પોલીસને તાલુકાના સેદલા ગામની સીમમાં એક ખેડૂત દ્વારા  અન્ય પાકની આડશમાં બે કયારામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી થરાદ પોલીસની ટીમે ગામના પટેલ માવાજી ખેમાજી ના ખેતર બુધવારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. દરમિયાન  ખેતરમાંથી ગાંજાની ખેતી મળી આવી હતી. પોલીસે ગાંજાના છોડનો ૧૧૯.૯૬૦ કિ.ગ્રા જથ્થો કિંમત ૧૧,૯૯,૬૦૦/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી એક આરોપીની કરી અટકાયત કરી હતી.તેમજ તેની સામે થરાદ પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં ખેડૂતો દ્વારા ખેતી પાકોની આડશમાં નશીલા માદક દ્રવ્યોની પણ ખેતી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પોલીસ દ્વારા થરાદ તાલુકાના ખાનપુર અને કરબુણ ગામમાંથી પણ અફીણ અને પોસડોડાની ખેતી મળી આવી હતી.જે પૈકી ખાનપુરના કસૂરવાર ખેડૂતને સજા પણ થવા પામી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.