
થરાદના વાંમી પાટિયા નજીક અકસ્માતમાં પિતાનું મોત, પુત્ર ગંભીર
થરાદના વાંમી પાટિયા નજીક બે બાઈક સામસામે અથડાતાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને એક ને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વાંમીના ખેડૂત પરિવારના પિતા પુત્ર ઘરથી ખેતર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બે બાઈક સામસામે અથડાતાં પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી.
મૃતકના મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે ફરાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.