
થરાદના લોરવાડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું
રખેવાળ ન્યુઝ થરાદ
લોરવાડા ગામની ઇઢાટા માઇનોર કેનાલ -૨માં ૧૦ ફૂટનું ગાબડું પડતાં દોઢ એકર ખેતરમાં ઉભેલ અને કાપણી કરેલ જીરાના રવિ પાકમાં પાણી ફરી વળ્યું હતું. આથી ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું.
થરાદ તાલુકાના લોરવાડા ગામની સીમમાંથી ઈઢાટા માઇનોર કેનાલ ૨ પસાર થઇ રહી છે. જેમાં રવિવારના સુમારે ૧૦ ફૂટનું ગાબડું પડતાં લોરવાડાના રાજપુત રતાજી બેચરાજી ખેડુતના ખેતરમાં કાપણી કરેલ જીરાના પાકને નુકશાન થવા પામ્યું હતું. કેનાલમાં વધુ પડતું પાણી છોડવાના કારણે કેનાલ ઓવરફ્લો થવા પામી હોવાનું ખેડૂતોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ખેડૂતના જીરાના પાકમાં કાપણી ટાણે કેનાલનું પાણી ફરી વળતાં દોઢ એકરમાં પાણી ભરાતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી પ્રસરી જવા પામી હતી.કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂત બન્યો હોવાનો આક્ષેપ ખેડુતે કર્યો હતો.