થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી 12.70 લાખથી વધુના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ-બીયર ટીન નંગ- 1224 જેની કુલ કિં.રૂ. 2,69,280 સહિત કુલ કિં.રૂ. 12,79,280ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આંતર રાજ્ય ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન ટ્રક નંબર GJ-082-8383માંથી કોલસાની આડમાં દારૂનો જથ્થો ભરી લઈને જતાં ગાડીના ચાલક તથા તેની સાથેના બીજા ઈસમને પકડી પાડ્યો હતો. જે દારૂનો જથ્થો ગેર કાયદેસર રીતે અને વગર પાસપરમીટના ભારતીય બનાવટના દારૂની-બીયરટીનની કુલ બોટલ-ટીન નંગ-1224 જેની કુલ કિંમત રૂપિયા 2,69,280નો દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ કિં.રૂ. 12,79,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે પકડાયેલા ઈસમો તથા દારૂ ભરાવનાર ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પકડાયેલા ઇસમો
ધર્મારામ મુળારામ અચળારામ તરડ
ભગારામ શંભુરામ રાજુરામ પાવડ

પકડવાનો બાકી ઈસમ દારૂ ભરાવનાર
કાનારામ જાખડ(જાટ) (રહે.કકરાળા સેડવા, જિ-બાડમેર)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.