થરાદના અસાસણમાંથી દારૂ ભરેલી બિનવારસી કાર મળી
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ મથકના પોલીસ કર્મચારીઓ પ્રભુભાઈ નરસેંગભાઇ, જયેશભાઈ સવજીભાઈ, સુરેશભાઈ રેવાભાઇ વિગેરે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ગેળા ગામે જતાં અસાસણ ગામના ચરેડામાં એક વેગનઆર કાર બિનવારસી પડેલ હોવાની તેમજ તેમાં દારૂ ભરેલ હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી તેઓ સ્થળ પર જતાં સ્ૐ ૦૪ મ્દ્ભ ૮૬૫૬ નંબરની કાર મળી આવી હતી. પોલીસે કારની અંદર તપાસ કરતાં તેમાંથી ૧૦ પેટીમાં રહેલી ૨૮૮ બોટલ કિંમત રૂપિયા ૩૮૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક લાખની કાર સહિત રૂપિયા ૧૩૮૪૦૦નો મુદ્દામાલ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.