થરાદઃ નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળતાં ચકચાર
MwKduJaS1Gk
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં આત્મહત્યા કરવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે બપોરના સમયે થરાદની કેનાલમાં વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સુઇગામ તાલુકાના બેણપનો હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાની થરાદ મેઇન કેનાલમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આજે બપોરના સમયે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યા વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સુઇગામના બેણપ ગામનો હોવાનું સામે આવ્યુ છે. યુવકની આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.