ડીસા સહિત તાલુકામાં મિશ્ર ઋતુનો પ્રકોપ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા  જિલ્લાના ડીસામાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. લાંબા સમયથી રહેલી ઠંડી વચ્ચે એકાએક ગરમી શરૂ થઈ જતા મિશ્ર ઋતુ જેવું  વાતવરણ સર્જાયું છે. જેથી વાયરલજન્ય બીમારીઓ પણ વધવા પામી છે. જેને લઈ ને તાવ, શરદી સહિતના રોગોના દર્દીઓથી સિવિલ ઉભરાઈ ઉઠી છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી એક તરફ સવારે ઠંડીનું વાતાવરણ જળવાઈ રહ્યું છે તો બપોરે ગરમી લાગવા માંડી છે. જેને લઈને ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના કેશોમાં વધારો થવા પામ્યો છે. તાવ શરદી જેવા વાયરલ રોગના દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે  સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓની સારવાર સાથે સંપૂર્ણ સલાહ-સુચન પણ આપવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબી સેવાઓ સાથે માનવતાવાદી અભિગમ ધરાવતા ડોકટરો અને સ્ટાફ પણ  દર્દીઓને તમામ પ્રકારની તબીબી  સેવાઓ પૂરી પાડી રહ્યા છે. ડીસામાં આવેલ સરકારી હોસ્પિટલમાં દરરોજ આજુબાજુના ગામડે કેટલાય દર્દીઓ  ઈલાજ માટે આવે છે. સિવિલનો સમગ્ર સ્ટાફ ખડે પગે રહી તબીબી સેવાઓ પુરી પાડવા ઉપરાંત મેડીકલમાં દરેક દર્દીઓને દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેથી ડીસા સિવિલ  હોસ્પિટલ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.