ડીસા સહિત જિલ્લાભરમાં મિશ્ર ઋતુનો અનુભવ : વાયરલ જન્ય બિમારીઓ વધી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : વધતી જતી ગ્લોબલ ર્વોમિંગની અસરો ઋતુઓ પર જોવા મળી રહી છે એકજ સીઝનમાં હવે તો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવું જ કંઇક છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક ભાગોમાં જોવા મળ્યું છે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન ઉભુ થતા ઉપરાંત અન્ય રાજયમાં થઇ રહેલા વરસાદને લઇ ગુજરાતના વાતાવરણ પણ તેની અસર પડી છે. માર્ચ મહિનામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળતા પ્રજાજનોને ગરમ વસ્ત્રોમાં લપેટાઈ રહેવાની ફરજ પડી છે. ડીસાના લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીનો અનુભવ થવા પામી રહયો છે તેમજ દિવસભર ભારે પવન ફૂંકાવાથી પ્રજાજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. માર્ચ મહિનો એટલે ઉનાળાની  ગરમીનો મહિનો ગણવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી માર્ચ મહિના સુધી ઠંડીનો ચમકારો રહેતા માર્ચમાં પણ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બનવું પડી રહ્યું છે. માર્ચમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી આસપાસ જોવા મળતો હોય છે પરંતુ તેની જગ્યાએ આજે ૩૦ ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે.  ડીસા પંથકમાં લઘુતમ તાપમાન વધઘટ થતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેથી માર્ચ મહિનામાં પણ તાપમાન ઘટાડો થતાં તેની સીધી અસર ખેતીના પાકો પર પણ પડી રહી છે. ઉનાળાની સીઝનનું વાવેતર થયેલ બાજરી, મગફળી, શક્કરટેટી જેવા પાકોને ગરમીની જરૂરત હોય છે પરંતુ તેની જગ્યાએ આજે ઠંડીની અસર વર્તાતા આ પાક ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત દેશભરમાં કોરાના વાયરસની કહેર વર્તાઇ રહી છે. તેની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ મિશ્ર ઋતુને લઈ તાવ, ખાંસી, શરદી જેવા રોગોમાં પણ પ્રજાજનોનો સપડાયા છે. જેને લઇ સરકારી તથા ખાનગી દવાખાનાઓમાં પણ કેસોનો નોંધપાત્ર વધારો થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.