ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ઠાકોર સમાજના બંને આગેવાનો ફરીથી કેસરિયો ધારણ કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ઠાકોર સમાજના બંને આગેવાનો ફરીથી કેસરિયો ધારણ કરશે ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસાની વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ ના આપતા ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જેના પગલે ડીસા ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધુંખ અને લેબજી ભાઈ ઠાકોરે સાથે મળી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.

અને લેબજીભાઈ ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ડીસા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા જોકે જીત તો ભાજપ ની થઈ હતી ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને પણ ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે ત્યારે હવે ઠાકોર સમાજ ડીસાના આગેવાન ભરતજી ધૂંખ અને લેબજી ભાઈ ઠાકોર પણ ટૂંક સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.