
ડીસા નજીક આખોલ ઓવરબ્રિજ પર ડાલાએ પલટી ખાધી
સદનસીબે અંદર બેઠેલ લોકો નો આબાદ બચાવ
રખેવાળ ન્યુઝ વડાવલ
ડીસા હાઇવે પર અકસ્માતની વણથંભી વણઝાર જોવા મળી રહી છે.હાઇવે બટાટા ભરી જતાં ટ્રેકટરો પલ્ટી ખાઇ રહયા છે.જેમાં ગતરોજ બનાસનદીના પુલ પર અકસ્માત થતા ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. જે અકસ્માતનો સીલસીલો યથાવત રહેતા ગુરુવારના બપોરના સમયે ડીસા નજીકના આખોલ ચારરસ્તા પરના ઓવરબ્રિજ પર ડીસા તરફથી આવી રહેલા કેમ્પરગાડી (ડાલુ) વળાંકના ડીવાઇડર પર ચડી જતાં પલ્ટી ખાઇ ગઇ હતી જોકે સદનસીબે ડાલા ના ડ્રાઇવર સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો અને વાહન ને ભારે નુકશાન થયુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે આખોલ ચારરસ્તા પરના ઓવરબ્રિજનો વળાંક ખુબજ હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરીટી ગંભીરતા દાખવી હાઇવે પર બમ્પ મુકવા આવે અને ખતરનાક વળાંકના બાર્ડ મારવાં આવે તે જરુરી છે.
ફોટો અહેવાલ નરસિહ દેસાઇ