ડીસા તાલુકા પોલીસે કુચાવાડા હાઇવે ઉપર થયેલ લુંટ અને છેડતી પ્રકરણનો ભેદ ઉકેલ્યો

EDsMTyt22Bc
બનાસકાંઠા

ત્રણ મોબાઇલ તેમજ રોકડ સાથે બે શખ્સોને ઝડપી પાડયાંઃ એક ફરાર
 
ડીસાના કુચાવાડા નજીક ૨૦ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ ભાવિ પતિ-પત્ની તેમજ અન્ય એક યુવક મળી ત્રણને માર મારી લૂંટ સહિત છેડતીની ઘટનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો પૈકી બે વ્યક્તિને ઝડપી પાડવામાં ડીસા તાલુકા પોલીસને સફળતા મળી છે.
ગત તા. ૦૯ ફેબ્રુઆરી ના રોજ ડીસાના વિઠોદર ગામે આવેલ આગમાતાના મંદિરે દર્શન કરી ભાવિ પતિ પત્ની તેમજ તેમના વેવાઇ કુચાવાડા નજીક રોડની સાઇડમાં ઉભા હતાં. જે દરમ્યાન લાલ કલરના પ્લસર બાઇક ઉપર આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ યુવતી તેમજ બન્ને યુવકોને મારમારી મોબાઇલ તેમજ રૂપિયા ૬ હજારની રોકડની લૂંટ ચલાવી હતી. જો કે યુવતિને તેના ઘરે મુકી જવાના બહાને બળજબરી પૂર્વક મોટર સાયકલ પર બેસાડી રસ્તામાં અઘટિત માગણી કરતાં યુવતિ ચાલુ બાઇકે કુદી પડતાં ઇજાઓ થવા પામી હતી. આથી ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરી તથા સ્ટાફના હે.કો. રમેશભાઇ, હે.કો. દેવાભાઇ, પો.કો. અશોકભાઇ જે, પો.કો. ઇશ્વરભાઇ, પો.કો. અશોકભાઇની છેલ્લાં ૨૦ દિવસની મહેનત ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ભડથની અમરાણી પાટીમા રહેતાં કિરીટસીંગ માનસીંગ વાઘેલા અને ચંદુસીંગ બાબુસીંગ વાઘેલાને ઝડપી તેઓની પાસેથી ત્રણ મોબાઇલ રીકવર કરવામા આવ્યા છે તેમજ લૂંટમાં વપરાયેલ પ્લસર બાઇક અને અન્ય એક આરોપીને ટુંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેમ ડીવાયએસપી આર.કે.પટેલે જણાવ્યું હતું.
 
કુચાવાડા નજીક બે યુવકોને મારમારી લૂંટ તેમજ યુવતિના છેડતીના કેસમાં લાલ કલરનું પ્લસર વપરાયુ હતું. જેથી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અનેક શકમંદોની પૂછપરછ તેમજ ૨૦ જેટલાં લાલ કલરના પ્લસર બાઇકની તપાસ કરવામાં આવી હતી તેમ ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરી એ જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.