
ડીસા ગંજબજારમાં આગ લાગતા બારદાન ભસ્મિભૂત
ડીસા ગંજબજારમાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનામાં મોટી માત્રામાં બારદાન બળીને ખાખ થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ હોવાના સમાચાર પ્રાપ્ત નથી થઇ રહ્યા. ઘટનાની જાણ થતાં એપીએમસીના સત્તાધિશો સહિત લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના ડીસા ગંજબજારના બારદાનના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે. અગમ્ય કારણોસર લાગેલી આગથી લાખોનું નુકશાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં બારદાનો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે સદનસીબે જાનહાનીના કોઇ સમાચાર નથી.