
ડીસા આસપાસ કામ કરતાં પ હજારથી વધુ ચેન્નઈથી મજૂરો લોકડાઉનમાં ફસાયા
કોલ્ડ સ્ટોરેજમાં કામ મજૂરી માટે આવ્યા હતાં
રખેવાળ ન્યુઝ ડીસા
લોકડાઉનમાં બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં મજૂરી અર્થે આવેલા ૫ હજારથી વધુ લોકો ફસાયા છે વતન પરત જવા માટે ગુજરાત સરકાર પાસે મદદ માટેની માગ કરી છે.
કોરોના વાયરસના ભયમાં વિશ્વ આખું લોકડાઉનમાં છે ત્યારે દેશમાં પોતાના વતનથી હજારો કિલોમીટર પેટ ભરવા આવેલા ગરીબ લોકોની જિંદગી માનો બદલાઈ ગઈ છે. ગરીબ મજૂરો જ્યાં કામ કરતા હતા ત્યાં જ ફસાઈ ગયા છે. જોકે ડીસામાં પણ વતન છોડી કોલ્ડ સ્ટોરજોમાં મજૂરી અર્થે આવેલા લોકોની હાલત પણ દયનિય બની ગઇ છે. ચેન્નઈથી હજારો કિલોમીટરનું અંતર કાપી ડીસા આવેલા ૫ હજારથી વધુ લોકો ફસાઈ ગયા છે. ફસાયેલા મજૂરોએ ગુજરાત સરકાર પાસે પોતાના વતન મોકલવા મદદ માંગી છે.૧૪ એપ્રિલે પુરૂ થાય છે ત્યારે મુશ્કેલ ભર્યા દિવસોમાં ગરીબ મજૂરોને પોતાના વતન મોકલવા સરકાર પાસે આસ લગાવી છે.