ડીસામાં લગ્ન પ્રસંગે ચાઈનીઝ આઇટમો આરોગવી ભારે પડી, ૨૦ને ખોરાકી ઝેરની અસર
hMkqRMZ5yvk
ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.
રાત્રે લગ્ન પ્રસંગમાં જમણ લીધા બાદ સવારે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.જેમાં મહિલા, બાળકો સહિત ૨૦ લોકોને ફૂડ પોઇઝનિંગમાં ઝાડા -ઉલટી થવા લાગતા અસરગ્રસ્તોને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અસરગ્રસ્તોએ ગઈ કાલે રાત્રી દરમિયાન લગ્નમાં ચાઈનીઝ પાણીપુરી દૂધ પાક સહિતની વાનગીઓ આરોગી હતી. જેથી ૨૦ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા લોકોને ઝાડા, ઉલટી થતા તેમને ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ ડીસા તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞેશ હરીયાણીને થતા આરોગ્ય વિભાગની ટિમ પણ ભણસાલી હોસ્પિટલમાં દોડી આવી હતી.