ડીસામાં રેશન મામલે હંગામો કરનાર પાંચ સામે ફરિયાદ

9S9NUbRkTtc
બનાસકાંઠા

રેશનની રજુઆત કરવા ગયા ત્યાં આરોપી બન્યા
 
કોરોના વાયરસના પગલે સમગ્ર રાજ્યમાં રાશન લેવા માટે ભારે દોડધામ મચી છે. જેમાં ડીસા ખાતે અનેક કાર્ડ ધારકોને સિક્કા વગર અનાજ નહિ મળતા અનેક લોકો આ  બાબતની  રજુઆત કરવા મોટો સંખ્યામાં મામલદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા જોકે આટલી મોટી સંખ્યામાં અરજદારો ભેગા મળી હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી અને જાહેરનામાનો ભંગ થતો હોઇ નાયબ મામલદાર ડીસા દ્વારા નામજોગ પાંચેક વ્યક્તિ સહિત ૨૦ના ટોળા સામે ફરિયાદ નોંધાવા પામી હતી. 
ડીસામાં શુક્રવારે સરકારી અનાજની ફાળવણીની વાતને લઈને હંગામો મચી ગયો હતો. કેટલીક બાબતોની વિસંગતતાને લઈને રાશન ન મળતા કેટલાક અરજદારો વ્યક્તિગત રીતે આ બાબતની રજુઆત કરવા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જોત જોતામાં અનેક અરજદારો ભેગા મળી ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં દોડી આવેલી પોલીસે આ તમામને ત્યાંથી ખસેડયા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા મળી જતા કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોવા મામલે નાયબ મામલતદાર દિનેશચંદ્ર બાબુલાલ મોદીએ ડીસા ઉત્તર પોલીસ મથકે બચુભાઇ રાયચંદભાઈ ઠક્કર , ઇકબાલભાઈ શમશેરભાઈ પઠાણ, નટુભાઈ ચમનભાઈ માળી, અયુબખાન નૂરમહમદ કુરેશી, વિપુલ બશીલાલ મોદી સહિત અન્ય ૨૦ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૧૮૮ અને ૨૬૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.