
ડીસામાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ડીસાની ગૌરી સદન સોસાયટીમાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી હતી.
આ અંગેની પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની ગૌરી સદન સોસાયટી ખાતે રહેતા કુલદીપભાઈ ભરતભાઇ માલવી (પંચાલ) ઉં. વ. ૩૧એ રવિવારે અગમ્ય કારણોસર પોતાના મકાનના ઉપલા માળે જઇને દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બાબતની પરિવારજનોને જાણ થતાં ભારે રોકકળ મચી જવા પામી હતી તેમજ આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટિમ દોડી આવી હતી અને મૃતક કુલદીપની લાશને નીચે ઉતારી પી.એમ.અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.આ બાબતે મૃતકના ભાઈ કલ્પીતભાઈ ભરતભાઇ પંચાલની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.