
ડીસામાં મોટાકાપરા આંગણવાડીની પરિણિતા મહિલા સંચાલિકા પરેશાન, ઇસમો વિરૂધ્ધ ફરીયાદ
ડીસા તાલુકાના મોટાકાપરા આવેલી આંગણવાડીના યુવાન મહિલા સંચાલકને ભારે મુશ્કેલી હોવાની રજૂઆત થઇ છે. લગ્ન બાદ સામાજીક અણબનાવને પગલે સાસરિયામાં મળેલી નોકરી ભારે મુંઝવણ વચ્ચે આવી ગઇ હોવાનું સામે આવ્યુ છે. પરિણિતા લગ્ન બાદ ગણતરીના વર્ષોમાં પિયર આવી સાસરિયાના ગામની આંગણવાડીમાં નોકરી કરી રહ્યા છે. આ દરમ્યાન કેટલાક તત્વો હેરાન કરતા હોવાની જાણવાજોગ આપતા ગામ સહિત પંથકમાં ચકચાર મચી ગઇ છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મોટા કાપરા ગામે આવેલી આંગણવાડીની સંચાલિકા અનિલા સુથારે રજૂઆત કરી છે. જેમાં લગ્ન બાદ અણબનાવને પગલે પિયર પહોંચી ગયા છે. જોકે પિયર શેરપુરાથી નોકરી માટે સાસરિયા(મોટાકાપરા) સ્થિત આંગણવાડીમાં આવતા પરેશાન થઇ રહ્યાની વાત સામે આવી છે. એક્ટિવા લઇને યુવા મહિલા નોકરી કરવા આવતા દરમ્યાન ગામના જ તત્વો ડરાવતાં-ધમકાવતાં હોવાની જાણવાજોગ મહિલા પોલીસ સ્ટેશનમાં આપી છે.
યુવા સંચાલિકા અનિલા સુથારને સાસરિયાના ગામના કેટલાક ઇસમો નોકરી છોડી દેવા સહિતની ધમકીઓ આપી પરેશાન કરતા હોવાની રજૂઆત થઇ છે. જેમાં અપડાઉન દરમ્યાન અકસ્માત કરવાના ઇરાદે રસ્તામાં એક્ટિવા સાથે ટક્કર મારી હોવાનું પણ જણાવ્યુ છે. પતિ સહિત સાસરિયામાં કોઇ બાબતે નારાજગી ઉભી થયા બાદ યુવા પરિણિતા પિતાના ઘરેથી જ નોકરી માટે અપડાઉન કરે છે. આ દરમ્યાન રોજીંદા સ્વરૂપે સાસરિયાના ગામે આવતા કેટલાક શખ્સો છેક આંગણવાડી ધસી આવી હેરાન કરતાં હોવાની ફરીયાદ કરી છે.