
ડીસામાં બે જીપ વચ્ચે ગંભીર અકસ્માત, ૨ના મોત, પાંચ ઈજાગ્રસ્ત
ડિસા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ બે લોકોના મોત નીપજ્યા હતા. તો અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે.
બનાસકાંઠાના ડીસાથી લાખણી હાઈવે પર બે જીપ વચ્ચે ગંભીર અકસ્માત ની ઘટના બની છે. તાલુકાના ગોઢા ગામ નજીક બે જીપ વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે. અકસ્માતમાં ૫ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.