ડીસામાં નકલી બિયારણના મુદ્દે થયેલ મારામારીની અદાવતમાં હુમલો, ત્રણને ઈજા
HqWa8yBmwgs
ડીસા
ડીસામાં એક સપ્તાહ અગાઉ નકલી બિયારણના મુદ્દે થયેલ મારામારીની અદાવતમાં રવિવારે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ટોળાએ માધવી સ્વીટ પર હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ માધવી ડેરી ઉપર એક સપ્તાહ અગાઉ નકલી બિયારણ મુદ્દે હંગામો મચ્યો હતો. જેમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોધાવી હતી. જો કે, રવિવારે મોડી રાત્રે ફરીથી માધવી ડેરી ઉપર હંગામો મચ્યો હતો. જેથી હુમલામાં મહેશ હરીભાઇ ચૌધરી, મનિષ ગોવિંદભાઇ ચૌધરી અને રમેશ આહજીભાઇ ચૌધરીને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ડીસા સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ સ્ટાફ સાથે સિવિલમા દોડી આવ્યાં હતાં. માધવી ડેરી અને સિવિલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતા.