ડીસામાં જાહેરમાં કચરો ફેકનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી : નગરપાલિકાની કાર્યવાહીને શહેરીજનોએ આવકારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ, હોટલ – નાસ્તા હાઉસના સંચાલકો તેમજ ફ્રૂટ- શાકભાજીની લારીઓ વાળા સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક વેપારીઓ અને હોટલો- નાસ્તા હાઉસના સંચાલકો સહિત લારી ધારકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી સ્વછતા અભિયાનને કલંકિત કરી રહ્યા છે જેને લઇને પાલિકાની સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. પાલિકાના કચરા સ્ટેન્ડ પર  શાકભાજી ફુટ સહિત નાસ્તાનો વેસ્ટ કચરાના ઢગલા કરી દેવાતાં  શહેરમાં ગંદકીના કારણે શહેરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. આ અંગેની વારંવાર ફરિયાદો ઉઠતા પાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં કચરો ફેકનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં ખાસ કરીને લાયન્સ હોલની સામે  શાકભાજીની લારીઓ ઉભી રહે છે. જ્યાં પાલિકાનું કચરા સ્ટેન્ડમાં પશુ બજાર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં  લોકો અને નાસ્તાની લારીઓવાળા કચરા એંઠવાડના ઢગલા ખડકતા હોઈ પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે પાલિકાની સેનિટેશન ટીમ લાયન્સ હોલથી અંબિકા ચોક વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી જાહેર કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાતાં શહેરીજનોએ પણ પાલિકાની કામગીરીને આવકારી છે.

રોજબરોજ આવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને  છતાં પણ જાહેરમાં કચરો ફેંકે તો એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી રહી છે. પરંતુ પાલિકા દ્વારા ખરેખરમાં  શહેરને સ્વચ્છ બનાવા માટે જાહેર કચરા સ્ટેન્ડ પણ બંઘ કરી દેવા જોઈએ અને ડોર ટુ ડોર કચરા ગાડીમાં કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.તેમ શહેરીજનોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.