ડીસામાં ઉઘરાણીના મુદ્દે યુવકને ત્રાસ આપનાર છ શખ્સો ઝડપાયા
OhvSGm4Bi6c
ડીસામા થોડા દિવસ અગાઉ એક ઉઘરાણીઓના ત્રાસના કારણે યુવકે ઝેરી દવા ગટગટાવાના પ્રકરણમાં પીડિત યુવક ની માતા એ ડીસા દક્ષિણ પોલોસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે દિવસ અગાઉ એક શખ્સને ઝડપ્યા બાદ ગુરૂવારે વધુ છ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસાના જતીન મોદી નામના યુવકને રૂપિયા ૨૨ લાખની ઉઘરાણીના મુદ્દે સાત વ્યક્તિઓ દ્વારા અવારનવાર શારીરીક તેમજ માનસિક ત્રાસ અપાતો હોઇ એક સપ્તાહ અગાઉ જતીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવકને તાત્કાલિક ડીસા સિવિલ ખાતે તેમજ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે રવિવારે પાલનપુર સિવિલમાં જઇ યુવકની રૂબરૂમાં છ શખ્સો સામે ફરીયાદ નોધાઇ હતી. જો કે યુવકની માતાએ સાત શખ્સો સામે આક્ષેપ કરેલ હતો. જેથી પોલીસે તપાસ બાદ સોમવારે ફરીયાદ માં પરેશ ઇશ્વરલાલ ચોખાવાલાનુ નામનો ઉમેરો કરી તેની અટકાયત કરવામાં આવી હતી. જયારે આ કેસમાં સામેલ અન્ય છ વ્યક્તિઓ છેલ્લા ચાર પાંચ દિવસથી પોલીસ પકડથી દુર ભાગી રહ્યાં હતાં.
આથી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી.વી.પટેલના માર્ગદર્શન મુજબ તપાસ અધિકારી વિરમાભાઇ બુબડીયાની ટીમે બાકીના છ આરોપીઓને ગુરૂવારે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. આ અંગે એએસઆઇ વિરમાભાઇ બુબડીયા એ જણાવ્યું હતું કે યુવકને ત્રાસ આપવાના ગુનામાં સાત શખ્સો સામે ફરીયાદ નોધાઇ હતી પરંતુ એક શખ્સને બે દિવસ અગાઉ ઝડપી પાડયા હતા. જયારે બાકીના છ એ આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ
૧, રમણીકલાલ મણીલાલ મોદી (રહે, વાડીરોડ, ડીસા)
૨, ગૌરવ ઉર્ફે રોકી રમણીકલાલ મોદી (રહે, વાડીરોડ, ડીસા)
૩, ભાવેશ રમણીકલાલ મોદી (રહે, વાડીરોડ, ડીસા)
૪, વિકી રાજેશભાઈ ચોખાવાલા (રહે, જોગકૃપા સોસાયટી, ડીસા)
૫, મેહુલ પરેશભાઈ ચોખાવાલા (રહે, જોગકૃપા સોસાયટી, ડીસા)
૬, તેજસ પરેશભાઈ ચોખાવાલા (રહે, જોગકૃપા સોસાયટી, ડીસા)