ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ટેન્કર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકોએ ટેન્કર ચાલકને પકડી પોલીસને સોપ્યો: ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા પાસે ગુરુવારે સવારે દારૂના નશામાં ચકચૂર બનેલા ટેન્કર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી જો કે બાદમાં લોકોએ દારૂડિયા ટેન્કર ચાલકને પકડી લીધો અને ટેન્કરના આગળના કેબિનમાંથી પણ દારૂની બોટલ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી

ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી: દૂધ ભરેલા ટેન્કર ચાલકો તેમજ રેતી ભરેલા ડમ્પર ચાલકો બે ફાર્મ રીતે દોડી રહ્યા છે અગાઉ પણ ટેન્કર અને ડમ્પર ચાલકોએ અનેક અકસ્મતો સર્જ્યા છે ત્યારે ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા પાસે ગુરુવારે સવારે દારુ પીને બેફામ રીતે દૂધનું ટેન્કર ચલાવતા ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેથી ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી જો કે બાદમાં સ્થાનિક લોકોએ ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો અને સ્થાનિક લોકોએ ટેન્કરના આગળના કેબિનમાં તપાસ કરતા અંદરથી દારૂની અડધી બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યો હતો જેથી આ મામલે લોકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ ની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ટેન્કર ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તે પાલનપુર ના ઢેલાણા ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાયું હતું. તેમજ પોલીસે વધુ તપાસ કરતા તે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન હતો જેથી પોલીસે ટેન્કર જપ્ત કરી ચાલક સામે પ્રોહીબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેફામ દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ: ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં ટેન્કર ચાલકો રેતી ભરેલા ડમ્પર ચાલકો અને પેસેન્જર ગાડીના ચાલકો પણ બેફામ રીતે પોતાના વાહનો દોડાવે છે તેમને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી જેથી આ મામલે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

જિલ્લા ટ્રાફિક બની શોભાના ગાંઠિયા સમાન: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના માર્ગો ઉપર વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહનો દોડાવી રહ્યા છે જેના લીધે અનેકવાર અકસ્માતો સર્જાય છે જેમ કેટલાક લોકો મોતને પણ ભેટે છે ત્યારે જિલ્લા ટ્રાફિકની ટીમ માત્ર અમુક સ્થળ ઉપર ઉભા રહીને દંડના નામે ભવાઈ ભજવતી હોય છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસવળા દ્વારા બેફામ દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.