
ડીસાની સ્કુલનો નવતર પ્રયોગ, ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ
ડીસા : કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. આવા સમયે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પણ પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડીસાની એન્જલ્સ સ્કુલ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ મોબાઈલની મદદથી અભ્યાસ કરી રહ્યા છે.