ડીસાની તમામ હોસ્પિટલોમાં રૂટિન ઓપીડી બંધ : ઇમરજન્સી કેસોમાં જ સારવાર અપાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા
સમગ્ર દુનિયામાં તાજેતરમાં ફાટી નીકળેલ કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડિસા આઇ.એમ.એ. ( ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ના તમામ ડોક્ટર્સ દ્વારા સર્વાનુમતે આગામી  ૩૧ માર્ચ સુધી પોતાની રૂટિન ઓપીડી સેવાઓ મોકુફ રાખવાનો નિર્ણય કરેલ છે તેમજ આપની કોઈપણ તાત્કાલિક સારવારની પરિસ્થિતિ માટે બધા જ દવાખાના ખુલ્લા છે. ઈમરજન્સીની સારવાર દર્દીને દાખલ કરીને કરવામાં આવશે.તેમજ ઈમરજન્સી દર્દીને સારવાર પણ રેગ્યૂલર ફીમાં જ કરવામાં આવશે. તેમજ કોઈપણ દર્દીના  ઈમર્જન્સી સિવાયના બધા જ ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યા છે તેમ છતાં  સામાન્ય તકલીફ માટે લોકો ડોક્ટર્સને ફોન અથવા  વોટ્સએપ ઉપર તેની માહિતી મેળવી શકશો તેમજ આગામી ૩૧ માર્ચ પછી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આગળનો નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ ભીડભાડ ઓછી થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તબીબી અસુવિધા માટે  આઇએમએ દ્વારા ખેદ પણ  વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારના સમયમાં દુનિયામાં સૌથી સુરક્ષિત આપણું ઘર જ છે અનાવશ્યક મુસાફરીના કરશો. આપ અને આપના પરિવાર તંદુરસ્ત રહે એવી શુભકામના સાથે તબીબોના આ નિર્ણયને  સહયોગ આપવા માટે 
 
 
ડીસા આઇએમએના પ્રમુખ ડો.ગીરીશ પંચાલ, સેક્રેટરી ડો. આલોક સીંઘલ અને ટ્રેઝરર ડો.ભૂપેશ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.