ડીસાના રમુણ નજીક ખીલાસરી ભરેલું ટ્રેકટર પલટી જતાં યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-ધાનેરા હાઈવે પરના રમુણ  નજીક ઢાળમાં ખિલાસરી ભરીને જઈ રહેલ ટ્રેકટર નું હુક ટ્રોલી સાથેથી છુટુ પડી જતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતુ. જેથી ખિલાસરી ભરેલા ટ્રેકટર ઉપર બેઠેલ યુવક નીચે ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના રામસણ ગામ નજીકથી પસાર થતી રેલવે લાઈન ની બાજુમાં ચાલતાં સીસી રોડ માં મજુરી કામ કરતાં અને ઝારખંડના રવિ ગજુ બાલદેવ ગજુ (ઉ.વ. ૩૧) શનિવારે બપોરે આરજે-૦૪-આરબી- ૦૪૫૬ નંબરના ટ્રેક્ટર પર ખીલાસરી ભરીને રામસણ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા-ધાનેરા હાઇવે પરના રમુણ નજીક ઢાળમાં ટ્રેકટર નું હુંક તૂટી જતા ટ્રેક્ટર ટ્રોલી અચાનક જ રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી. જેથી ટ્રોલી પર બેઠેલ રવિ ગજુ નામનો યુવક ટ્રેક્ટર નીચે ચગદાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વિરેન્દ્ર સોની નામના યુવકને માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોએ દોડી આવી ટ્રેકટર નીચે દબાયેલ યુવકને કાઢી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી. આ અંગે સુરેશરામ  રામકિશન ને આગથળા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક મનોજકુમાર કોજારામ ચૌધરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિક્રમદાન ગઢવી ચલાવી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.