
ડીસાના ગાયત્રી મંદિર નજીકથી ગુટખા ભરેલી કાર ઝડપાઇ
ડીસા શહેર ઉત્તર પોલીસે કાર સહિત ૫.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો
ડીસા
ડીસા શહેર ઉતર પોલીસે સોમવારે ડીસાના ગાયત્રી મંદિર નજીકથી વાહન ચેકીંગ દરમ્યાન ગુટખા ભરેલી કાર ઝડપી હતી. આથી પોલીસે ગુટખા તેમજ કાર સહિત રૂપિયા ૫.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસે સોમવારે શહેરના ગાયત્રી મંદિર થી સ્પોર્ટસ કલબ રોડ ઉપર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જે દરમ્યાન જુના બસ સ્ટેશન તરફથી આવી રહેલી જીજે-૦૮-બીએન- ૫૭૪૭ નંબરની મારૂતિ સિયાઝ કાર રોકાવી પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ગાડીમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટામા ભરેલી રૂપિયા ૨૦ હજારની કિંમત ના જાફરી ગુટખાના ૨૦૪ પેકેટ મળી આવ્યાં હતાં.
આથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના હે.કો. અશોકસિહ મગનસિહ એ આવશ્યક ચિજ વસ્તુ ન હોવા છતાં લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ધર્મેશભાઈ પ્રવિણભાઇ ઠકકર (રહે, સોમનાથ સોસાયટી, કચ્છી કોલોની પાસે, ડીસા) સામે ગુનો નોધી ગુટખા તેમજ કાર મળી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.