ડિસામાં શૌચાલય કૌભાંડો વચ્ચે તત્કાલિન ટીડીઓ સરળતાથી પસાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડની બૂમરાણ વચ્ચે સંવેદનશીલ બાબતો સામે આવી છે. તપાસની ગતિવિધિમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે જ્યારે કાયમી અધિકારીઓ સરળતાથી પસાર થઈ ગયા છે. SBMની અમલવારીમાં બંને કર્મચારીઓની ભૂમિકા હોવાથી કાર્યવાહી સામે મુંઝવણ અને સવાલો ઉભા થયા છે. આ સંદર્ભે બે ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે.
 
બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની કાર્યવાહી મંથન કરાવી રહી છે. બુરાલ સહિતના ગામોમાં લાખોની રકમનાં કથિત કૌભાંડની તપાસમાં તબક્કાવાર ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. જેમાં સરપંચ અને કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હોઇ રિકવરી પણ મહત્વની બની છે. સૌથી મોટી વાત છે કે, શૌચાલયની યોજનામાં સરપંચ,તલાટીથી માંડી ટીડીઓ સહિતના સત્તાધીશોની ભૂમિકા રહે છે. જોકે કાર્યવાહીમાં અત્યાર સુધી એકપણ કાયમી કર્મચારી કે અધિકારી વિરુદ્ધ ઠોસ કાર્યવાહી નથી. તલાટીઓને નોટીસ પૂરતી કાર્યવાહી સામે આવી છે.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વચ્ચે પણ સરળતાથી નિવૃત્ત થઈ ગયા છે. જ્યારે કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કૌભાંડ સંદર્ભે યોજનામાં આવતાં તમામ કર્મચારીઓની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી ? શું તપાસમાં કરાર આધારિત સિવાયના કર્મચારીઓ અને અધિકારીઓને ક્લિન ચીટ મળી હતી ? શું નોટીસ ફટકારી ખુલાસો લીધો હતો ? આ તમામ સવાલો પારદર્શક વહીવટ અને કાર્યવાહી માટે અત્યંત મહત્વના છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.