
ટ્રાફિકને નડતરરૂપ રોડ પર પાર્ક પડેલા વાહનો ડિટેઇન.
ડીસામાં ટ્રાફિકને લઈ ઉત્તર પોલિસની સરાહનીય કામગીરી
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં મુખ્ય બજાર તરફ જતા માર્ગ તેમજ ફુવારા સર્કલથી લઈ જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો દ્વારા અવારનવાર આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવતા મુખ્ય માર્ગ સાંકડો બની જાય છે. તેથી દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિક જામ થવા સાથે અકસ્માત પણ સર્જાતાં હોય છે ત્યારે માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના પગલે સોમવારે ડીસા ઉત્તર પોલિસ મથકના પી. આઈ. જે.વાય. ચૌહાણ અને સ્ટાફના પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકને લઈ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી હતી તેમજ નડતરરૂપ અનેક વાહનો ડિટેઇન કર્યા હતા તેમજ આડેધડ વાહનો પાર્ક ના કરવા બાબતે પણ તમામને કડક સૂચનાઓ આપી હતી.
ઉત્તર પોલીસની આ કામગીરીને સમગ્ર વેપારી વર્ગ સહિત શહેરીજનોમાં ભારે આવકાર સાંપડ્યો હતો.