જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરુણકુમાર બરનવાલે “RUN FOR VOTE” મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

સાતમી તારીખે બહોળી સંખ્યામાં મતદાન કરવા જિલ્લાવાસીઓને અપીલ કરતા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં  લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪  મતદાન જાગૃત્તિ અંતર્ગત “RUN FOR VOTE” કાર્યક્રમ યોજાયો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરુણકુમાર બરનવાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી લીલીઝંડી આપી રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું અને સાતમી મે ના રોજ મતદાનના દિવસે  જિલ્લાવાસીઓને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

“RUN FOR VOTE” કાર્યક્રમમાં  ટીપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, આઇ.એ.એસ. અધિકારી સ્વપ્નિલ શિશ્લે, જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી એમ.એમ.પટેલ સહિતના અધિકારીઓ પણ મેરેથોનમાં જોડાયા હતા અને લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.

“RUN FOR VOTE” (મતદાન માટે જાગૃતિ દોડ) ગઠામણ ગેટ, ગુરુનાનક ચોક થઈ કલેકટર કચેરીએ સંપન્ન થઈ હતી.જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્પેશિયલ એજયુકેટર શિક્ષકો, સી.બી.ગાંધી પાલનપુરના બાળકો, વિમળા વિદ્યાલય, ગઢના બાળકો તેમજ રમત ગમત વિભાગના સ્કાઉટના બાળકો સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા. જેમાં મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને જિલ્લા રમત ગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.