જડિયા અને ખીમત ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર એક જ કેમ્પસમાં કાર્યરત
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના જડિયા અને ખીમત ગામમાં એકજ જગ્યા પર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે.જેથી એકજ જગ્યા પર ચાર જેટલા મેડિકલ ઓફિસર સાથે મોટા ભાગનો આરોગ્યનો સ્ટાફ કામ વગર વ્યથ બેઠો છે.
બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય સેવા હાલ સુધારા પર છે.જિલ્લાના આરોગ્ય અધિકારી ફેન્સી દ્વારા જિલ્લાના ગામડામાં બોગસ તબીબોને પોતાની દુકાનો બંધ કરવા પર મજબૂર કર્યા છે. સાથે આરોગ્ય કેન્દ્ર પર પણ સેવા આપતા તબીબો નિયમિત થયા છે. હાલ ગામડામાં બોગસ તબીબોની દુકાનો બંધ થતાં આરોગ્ય બાબતે લોકો નજીકના સરકારી દવાખાને જવાનું પસંદ કરી રહ્યા છે. જયારે ધાનેરા તાલુકાના બે ગામોમાં આરોગ્ય વિભાગની લાપરવાહી કહો કે પછી નિદ્રા કહો કે જેથી આ બે ગામો માં એક સાથે બે કેન્દ્ર કાર્યરત છે.ધાનેરા તાલુકાના જડિયા ગામની વાત કરીએ તો જડિયા ગામે હાલ તમામ સુવિધા સાથે સામુહિક આરોગ્ય કેન્દ્ર લોકોની સેવામાં કાર્યરત છે. ત્રણ જેટલા મેડિકલ ઓફિસર સાથે દાત વિભાગ તેમજ ર્નસિંગનો સ્ટાફ સેવા આપી રહ્યો છે.જયારે નિયમની વાત કરીએ તો જે ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બદલાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા એ ગામમાં બંધ થાય છે.પણ જડિયા ગામની અંદર આ બન્ને સેવા આજે પણ ચાલુ છે.એકજ કેમ્પસમાં બે વિભાગ ચાલુ છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦ પણ વધારે સ્ટાફ દિવસના કલાકો ઘણી દિવસ પસાર કરે છે.જો કે દર્દી સારવાર માટે આજ કેમ્પસના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર લે છે.સ્થાનિક ગ્રામજનો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા કોઈ છેવાડે આવેલા ગામને મળે તેવી રજુઆત કરી રહ્યા છે.
કદાચ ગુજરાતનો આ પહેલો બનાવ હશે કે એકજ જગ્યા પર બે સેવાઓ કાર્યરત હોય જડિયાની સાથે ખીમત ગામમાં પણ ૨૦૧૬ના વર્ષમાં ખીમત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ખીમત સામુહિક કેન્દ્ર તરીકે તબદીલ થઈ હતી. જેને લઈ ખીમત ગામમાં પણ હાલ ત્રણ જેટલા મેડિકલ ઓફિસર ૨૪ કલાક સેવા આપી રહ્યા છે.જયારે ખીમત ગામમાં પણ પ્રાથમિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર પણ પોતાની ફરજ પર છે.દિવસ દરમિયાન ની ૧૦૦ જેટલી દર્દીની તપાસ માટે બે તબીબો કામ કરી રહ્યા છે.સરકારની ઘોર લાપરવાહીના લીધે આરોગ્ય બાબતેની સેવા અન્ય ગામને નથી મળી રહી. જયારે બે વિભાગ એકજ જગ્યા પર કામ કરતા હોઇ માત્ર બેસી રહેવાનો લાખો રૂપિયાનું વેતન પણ હાલ વ્યર્થ જઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સર્વે કરી આ બન્ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવે તો ગ્રામજનો બહોળા પ્રમાણમાં આરોગ્ય બાબતેની સેવા લઈ શકે તેમજ છે.ખીમત ગ્રામજનો પણ જરૂરિયાતમંદ ગામોને આરોગ્યની સેવા મળે તેવી માંગ કરી રહ્યા છે.