જગાણા ગામમાં કૂવામાં પડેલા સાપ અને કૂતરાને બચાવાયા
રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુરની જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુરના જગાણા ગામે કૂવામાં પડેલા ત્રણ સાપ અને એક કૂતરાને બહાર કાઢી બચાવી લેવામાં
આવ્યા હતા.
પાલનપુર તાલુકાના જગાણા ગામમાં ૧૫૦ ફૂટ ઊંડા કૂવામાં ૩ કુતરા પડ્યા હોવાની જાણ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચિરાગભાઈ સી. વૈષ્ણવને થતાં મંત્રી દેવરામભાઈ પી. રાવલ, ચિરાગભાઈ મહાવર, વિક્રમભાઈ ઠાકોર સાથે ઘટના સ્થળે ગયા હતા. જ્યાં દેવરામભાઈ પી. રાવલ કૂવામાં ઉતરીને જોયું તો ૩ શ્વાનમાંથી ૨ મૃત્યુ પામેલ હતા. અને એક જીવિત હાલતમાં શ્વાનને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩ સાપને પણ બહાર કઢાયા હતા. આ જીવદયાના કાર્યમાં ગામના ચૌધરી નરસિહભાઈ, સરદારભાઈ, ચૌધરી ભરતભાઈ, ચૌધરી કેસરભાઈ પરથીભાઈ, ચૌધરી હરેશ નરસિહભાઈ, દવે મુકેશ શિવાભાઈ, બારોટ ભરત મફાજી અને ચૌધરી રૂપલબેન બાબુભાઈએ સહકાર
આપ્યો હતો.