ચાર દિવસમાં ધાનેરા તાલુકાના ગામડાનાં તળાવો નર્મદા નાં પાણી થી ભરવા માટે થશે સર્વે

બનાસકાંઠા
બનાસકાંઠા

ચુંટણી લક્ષી બેઠકમાં પાણીની માગ ને લઈ ભાજપના કાર્યકરો ની રજૂઆત: બનાસકાંઠા જિલ્લા ની લોકસભા ની ચૂંટણી ને લઈ રાજકીય પક્ષો ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી બેઠક મા.પહેલી વાર પાણી ની માગ માટે રજૂઆત થઈ છે. ધાનેરા મત વિસ્તાર માં પાણી ની સમસ્યા એ એક મુખ્ય અને જરૂરી રજૂઆત છે.ગત વિધાન સભાની ચૂંટણી પણ પાણી ના પ્રચાર સાથે યોજાઇ હતી.બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનો ની હાજરી માં ધાનેરા ખાતે લોકસભા ની ચૂંટણી માટે બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા પ્રમુખ ના સંબોધન દરમિયાન કેટલાક કાર્યકરો એ પાણી ની માગણી ને લઈ અવાજ ઉઠાવ્યો હતો.જેના જવાબ મા ધાનેરા મત વિસ્તાર ના ધારાસભ્ય માવજી ભાઈ દેસાઈ એ જાહેર સભા ને જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ મા ચૌદસો અગિયાર કરોડ ની યોજના ધાનેરા તાલુકા ના ગામડા નાં તળાવો પાઇપ લાઇન દ્વારા નર્મદા ના પાણી થી ભરવાના છે .એ યોજના માટે નું સર્વે હાથ ધરાશે જેને લઇ થાવર ગામ ખાતે દરેક ગામ માંથી આગેવાનો સાથે ની બેઠક પણ યોજાશે આખરે ધાનેરા મત વિસ્તાર ના ધારાસભ્ય એ ચાર દિવસ નો સમય આપ્યો છે.ધાનેરા ની રજૂઆત વર્ષો થી છે.અને વર્તમાન સમય મા લોકસભા ની ચૂંટણી દરમિયાન પણ લોકો માત્ર સિંચાઇ ના પાણી ની માગ કરી રહ્યા છે. જેથી આજ નાં ચૂંટણી લક્ષી બેઠક મા ચાર દિવસનો સમય ધારાસભ્ય એ આપ્યો છે. જેને લઇ સ્થાનિક ગ્રામજનો મા આનદ જોવા મળી રહ્યો છે.

ધાનેરા મત વિસ્તારમાં સિંચાઇના પાણી માટે વર્ષ 2016/17 માં 6 કરોડ રૂપિયા પાણી નાં સર્વે માટે મંજૂર થયા હતા.જો કે તે યોજના થકી પણ ધાનેરા તાલુકા ને પાણી મળ્યું નથી.આગામી ચાર દિવસ પછી સર્વેની કામગીરી શરૂ થાય તેની આતુરતા પૂર્વક ધાનેરા તાલુકાની પ્રજા રાહ જોઈ બેઠી છે. ચૂંટણીલક્ષી મિટિંગમાં ઘર ઘર સંપર્ક અભિયાન કેન્દ્રોની બેઠક બુટ લેવલની બેઠકો લીડ આપવાની ધાનેરા તાલુકામાંથી એક લાખથી ઉપરની લીડ આપવા કાર્યકર્તાઓ પાસેથી અપેક્ષા રાખી હતી મોદી સાહેબ તરફથી શિક્ષણ બેટી પઢાવો બેટી બચાવો લાયકાતના ધોરણે નોકરી ગરીબી રેખાથી બહાર ગેસ કનેક્શન મકાન શૌચાલય દેશમાં પરિવર્તન ભારતને વિકસિત ભારત બનાવવાની મોદીને ગેરંટી વાળી સરકાર , નકર કામ લાભાર્થીઓને લાભ દેશની સમસ્યાનો ઉકેલ પી એમ મોદી લાવ્યા છે મોદીને આપણે વિશ્વ લેવલે ભારત નું નામ  થાય તેવું કરવાનું છે. દાંતીવાડા માટે સૌથી પહેલા પ્રોજેક્ટ  કમાન્ડ એરીયા ને રદ કરી સર્વેની કામગીરી ,1815 કરોડની યોજના કરવાની છે જેમાં 30 ટકા પાણીજળાશય માટે છે .70% દોતીવાડા ના બધા જ ગામોના. તળાવો મો પાણી ભરાય તેવી યોજના મંજૂર થઈ છે નેવા ના પાણી મોભે ચઢાવવાના છે. કોંગ્રેસ ઉપર પ્રહારો કરતો જણાવેલ કે જે ભાજપે કર્યું છે અને જે કરશે એ ભાજપ જ કામ કરશે મારા મંડળના પ્રમુખ જેટલું કામ કોંગ્રેસના ધારાસભ્યો પણ કામ કરી શક્યા નથી અને કરી શકશે પણ નહિ. હાલ બનાસકાંઠા માંથી પણ કોંગ્રેસના મહત્વના નેતાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે તે જ આપણી ભાજપની કામગીરી બતાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.