કોરોના કહેર વચ્ચે પાલનપુર રેલવે સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારી
રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા વચ્ચે પાલનપુર રેલવે સ્ટેશન પર તંત્રની ઘોર ઉદાસીનતા જોવા મળી હતી.
કોરોનાને નાથવા માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા મુસાફરોના સ્ક્રીનિંગ સાથે ગન થર્મલથી ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાના દાવા વચ્ચે તંત્રની "સબ સલામત હે" ની ગુલબાંગોનો પર્દાફાશ પાલનપુર રેલવે સ્ટેશન પર થયો હતો. પાલનપુર રેલવે સ્ટેશન પર ૭૦૦ થી વધુ મુસાફર ઉતર્યા હતા.જ્યાં રેલવે અથવા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી જોવા મળી નહતી. મોટી સંખ્યામા લોકો પાલનપુર આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર ન લેવાતા ચિંતાતૂર લોકોએ તંત્રની ઘોર ઉદાસીનતા સામે ફિટકારની લાગણી વરસાવી હતી.