કોરોનાની દહેશત તળે પાલનપુર સિવિલમાં ૪ તબીબો સારવાર હેઠળ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોના વાઇરસએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની દહેશત તળે ઓસ્ટ્રેલિયાથી આવેલા ૪ ડોક્ટરોને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ઓબ્જર્વેશન હેઠળ રખાયા હોવાના અહેવાલ સાંપડ્‌યા છે. દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક  શાળામાં બાળકોને તાવ-શરદી હોય તો સારવાર કરાવવા અને જરૂર જણાય તો રજા આપવાનો આદેશ જારી કર્યો હોવાના અહેવાલ સાંપડ્‌યા છે. 
ઓસ્ટ્રેલિયાથી ૪ ડોક્ટર ભણસાલી હોસ્પિટલમાં સેવા આપવા માટે આવ્યા હતા. જેઓને શંકાસ્પદ કોરોનાની દહેશત તળે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓબ્જર્વેશન તળે રખાયા હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા ડોક્ટરોની ભણસાલી ટ્રસ્ટ એ આરોગ્ય વિભાગને જાણ ન કરતાં તેમને પણ નોટિસ અપાશે તેવા અહેવાલ મળ્યા છે.
દરમિયાન,કોરોનાની દહેશતને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ પણ આદેશ જારી કર્યા હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં પ્રાથમિક શાળાઓમા બાળકોને તાવ-શરદી જણાય તો રજા આપી દેવા આદેશ કરાયો છે. બાળકો ને કોરોના સામે જાગૃત કરી સાવચેતીના ભાગરૂપે સમજણ આપવા પણ આદેશ કરાયો છે. એમાંય વળી, શરદી-ખાંસી હોય એવા બાળકોને સારવાર કરાવવા આદેશ કરાયો હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.