
કોતરવાડા -થરાદ હાઈવે ઉપર ગેસ ભરેલું ટેન્કર પલટયું
સદનસીબે હોનારત ટળતા હાશકારો
કોતરવાડા
મીઠા -કોતરવાડાથી થરાદ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓને લઈને નાના મોટા માર્ગ અકસ્માત થવાનો ભય રહે છે તેમ છતાં તંત્ર ઘોર નીદ્રામા દેખાઈ રહ્યું છે ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામને અડીને આવેલ વાવ તાલુકાના હરસિધ્ધપુરા આગળ ગઈકાલે ગુરુવારના રોજ ચાર વાગ્યાની આસપાસ આર. જે.૧૯ જીએફ ૫૧૮૨ નંબરનું એચ.પી. ગેસ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું ટેન્કર સાથેના મુકેશભાઈ એ જણાવ્યું હતુ કે રોડના ખાડા માં ટેન્કર પડતા જેનાથી જંપ મારતાં પીન ટુટી ગઈ હતી અને ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું જેથી ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઇ હતી જેને થરાદ ખાતે ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવ્યો હતો આ લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ આવેલ નથી એક બાજુ કાળમુખો કોરોના વાયરસનુ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે ત્યારે ગેસ લીક થયો હોત તો હરસિધ્ધપુરા, બિયોક અને તેની આજુબાજુના કોતરવાડા, નેસડી વગેરે ગામમાં મોટી હોનારત સર્જાય તેમ હતી.
એહવાલ-નટુજી ઠાકોર