
કુંભાસણ ગામમાં ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી દ્વારા ખનીજ ચોરો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં ખનીજ ચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી બે ટ્રેકટર અને જેસીબી સહિત કુલ ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસકાંઠા જીલ્લા ભૂસ્તરશાસ્રી સુભાષ જોશીએ ખનીજચોરી કરતા તત્વો સામે તવાઈ હાથ ધરી છે. ભૂસ્તર શાસ્ત્રીએ ટીમ સાથે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે ઓચિંતી રેડ કરી હતી. જ્યાં ગામની ગૌચરની જમીન માંથી ગેરકાયદે ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી જેસીબીજીજે૦૮એઇ૪૭૮૩, ટ્રેકટર નંબર જીજે૦૮બીબી૮૩૬૬ અને ટ્રેકટર નંબર જીજે૦૮બીએફ૦૫૭૧ સહિત કુલ ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.