કાંકરેજમાં બાતમી આધારે જુગાર રમતા સાત ઇસમોની અટકાયત
કાંકરેજ તાલુકાના ગામે જુગાર રમતા ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. શિહોરી પોલીસે બાતમીને આધારે રેડ કરી ૭ જુગારીઓ સાથે રૂ.૫૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાતેય ઇસમો હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જુગાર રમતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શિહોરી પોલીસને બાતમી મળી હતી કે, ખીમાણા ગામના ભંગીવાસમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જેને લઇ શિહોરી પોલીસે રેડ કરી ૭ આરોપીઓની અટકાયત કરી રૂ.૫૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.