ઈકબાલગઢમાં વર્ષો જુના કાચા પાકા દબાણો તોડવા બીજ રાઉન્ડની કાર્યવાહી

BmJtzEM3kJw
બનાસકાંઠા

ઈકબાલગઢ
અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ઈકબાલગઢમાં કેટલાક ગ્રામજનો દ્વારા વર્ષોથી દબાણો કરાયા હતાં.જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. આથી અવારનવાર ગ્રામપંચાયતમાં આ દબાણો વિશે તેમજ ટ્રાફિક વિશે અવારનવાર પ્રશ્નો ઊભા થતાં હતાં. જેમાં ઇકબાલગઢ ગ્રામપંચાયતના સરપંચ કમીટીના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી તેમજ ૪ પી.એસ.આઈ, ૧૯ પોલીસ જવાન, ૪ મહિલા પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ગત ફેબ્રુઆરી મહિનાની ૧૦ તેમજ ૧૨ તારીખે ૩૯૫ દબાણોમાથી ૧૩૦ કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં તેમજ બાકી રહેલા દબાણો માર્ચ મહિનામાં ૦૨ અને ૦૩ તારીખે  તોડવા નક્કી કરાયું હતું. જે અંતર્ગત પોલીસ પ્રોટેક્શન મળતાં તાલુકા વિકાસ અધિકારી, ગ્રામપંચાયતના સરપંચ, તલાટી તેમજ સદસ્યો અને આજુબાજુના ગામના ૯ તલાટી સાથે રાખી બે અલગ-અલગ ટીમો બનાવીને દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે દબાણદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.