
ઇકબાલગઢનજીક ગાજર ભરેલી ટ્રક પલટી, ચાલકનો આબાદ બચાવ.
ઇકબાલગઢના નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રક પલટી જવાનો બનાવ સામે આવ્યો છે. ગાજર ભરેલી ટ્રક ડીવાઇડર સાથે અથડાતા પલટી મારી ગઇ હતી
બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ નેશનલ હાઇવે ૨૭ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે જોધપુરથી ગાજર ભરી અમદાવાદ જતી ટ્રકને દર્શન હોટલ પાસે અકસ્માત નડ્યો છે.
ટ્રક ચાલકને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર સાથે અથડાઇ પલટી મારી ગઇ હતી. જેને લઇ ટ્રકમાં ભરેલ ગાજર રોડ ઉપર વેરાઇ જવા પામ્યા હતા. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.